સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આ મેઘમહેર ચાલુ રહે એવી શક્યતા છે દરમિયાન રોડ ઉપર પાણી ભરાઈ જતા મોટા ખાડાઓ નહિ દેખાતા વાહન અકસ્માતના બનાવો પણ બની રહયા છે ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી ભરાઇ જતા હાઇવે ઉપર પડેલ ખાડાઓ નહી દેખાતા એક ટ્રકનું વ્હીલ ખાડામાં પડી જતા ટ્રક પલટી ગઈ હોવાનો બનાવ નોંધાયો છે.
આ ટ્રક અમદાવાદથી રાજસ્થાન તરફ જતી હોવાનું જાણવા મળ્યું છે જોકે, સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.
અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી ભરાઈ જતા અનેક વાહનચાલકો અટવાયા હતા અને હાઇવે ઉપર વાહનોની લાંબી કતાર લાગી હતી.
આમ,ભારે વરસાદની સ્થિતિમાં રોડ ઉપર પાણી ભરાયેલા હોય સાવચેતી રાખવા જણાવાયુ છે.