રાજ્યના ગૃહવિભાગ દ્વારા 120 પોલીસ ઇન્સ્પેક્ટરને ડીવાયએસપી તરીકે પ્રમોશન આપવા તૈયારીઓ શરૂ થઈ છે.
રાજ્યમાં જે તે જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આઠ વર્ષથી વધુ અનુભવ થયો હોય તેવા 120 જેટલા પી આઈ કક્ષાના અધિકારીઓની માહિતી મંગાવવામાં આવી છે.
વિગતો મુજબ ૧૨૦ પોલીસ ઇન્સ્પેક્ટર્સની યાદી તૈયાર કરીને જે તે જિલ્લા અને પોલીસ વિભાગના વડાઓને તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સની વિવિધ વિગતો આપવા માટે સુચના અપાઈ છે ત્યારબાદ મેરિટ તૈયાર કરીને એક મહિનામાં પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ કરવા ગતિવિધિ શરૂ થઈ છે.
વિગતો મુજબ પીઆઇ તરીકેની પોસ્ટ મળ્યાની તારીખ,સીસીસીની પરીક્ષા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર, તેમની સામે ચાલતી ખાતાકીય કે કોર્ટની કાર્યવાહી, ભુતકાળમાં લેવામાં આવેલા કોઇ શિક્ષાત્મક પગલા અંગેની વિગતો તેમજ તમામ પંસંદગી થયેલા પીઆઇને સેલ્ફ ડીક્લેરેશન આપવાનું પણ કહેવાયું છે. જે તમામ પ્રક્રિયા સાત દિવસમાં પૂર્ણ થયા બાદ મેરિટ તૈયાર કરીને એક મહિનામાં પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ કરાશે તેમ સૂત્રો જણાવી રહયા છે.