કોરોના માં ઘણા નેતાઓ સપડાઈ ચુક્યા છે અને ઘણા રાજકીય નેતાઓ હોસ્પિટલમાં છે ત્યારે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક હોવાની વાત સામે આવી રહી છે. તેઓ ને એર એમ્બ્યૂલન્સ મારફતે ચેન્નાઈ માં લઈ ગયા બાદ સારવાર થશે જ્યાં ફેફસાંના નિષ્ણાંત તબીબ સારવાર કરનાર હોવાનું તેઓ ના નજીકના સૂત્રો એ જણાવ્યું હતું રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ ની સારવાર ફેફસાના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ કરશે.
કોરોના સંક્રમિત થયા બાદ અભય ભારદ્વાજની હાલત નાજુક છે. અભય ભારદ્વાજની ECMOને ટ્રીટમેન્ટ શરૂ કરાઇ હતી.
અગાઉ 15 સપ્ટેમ્બરના રોજ ચાર્ટર્ડ ફ્લાઈટમાં અમદાવાદથી ત્રણ ડૉક્ટર રાજકોટ પહોંચ્યા હતા. કોરોના એક્સપર્ટ ત્રણ ડૉક્ટર રાજકોટ પહોંચ્યા હતા. કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં પણ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટ હોસ્પિટલમાં ત્રણ ડૉક્ટર દ્વારાઅભય ભારદ્વાજની ટ્રીટમેન્ટ ચાલતી હતી પણ ખાસ ફરક નહિ જણાતાં અને ફેફસા માં ઇન્ફેક્શન થતા તેઓને નાજુક હાલત માં ચેન્નાઈ લઈ જઈ વધુ સારવાર થનાર હોવાનું જાણવા મળ્યુ છે.
