રાજ્યમાં કોરોનાની બીજી લહેર ખુબજ ઘાતક સ્વરૂપ લઇ રહી છે અને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાતા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે. રાજ્યના કુલ 37 જિલ્લા, મનપા વિસ્તારોમાં આવેલી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાંના કુલ 50695 બેડમાંથી 42758 ભરાઇ ગયા ચુક્યા છે જેથી પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની ગઈ છે.
હાઇકોર્ટે કરેલા સુઓમોટોમાં રાજ્ય સરકારે કરેલી ચોંકાવનારી કબૂલાત માં રાજ્ય ના અમરેલી, ખેડા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, પાટણ અને વલસાડ જિલ્લાની કોવિડ હોસ્પિટલોના તમામ એટલે કે, 100% બેડ દર્દીઓથી ભરાઇ ગયા છે. જ્યારે બોટાદ, જામનગર અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં અનુક્રમે 95, 99 અને 97% બેડ પર દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે જે સ્પષ્ટ કરે છે કે જે શહેરો માં બેડ 100 ટકા ફૂલ થઈ ગયા છે ત્યાં હવે પછી એકપણ દર્દી એડમિટ કરી શકાય તેમ નથી. આમ પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે.
રાજ્યમાં દિનપ્રતિદિન દર્દીઓની સંખ્યામાં થઇ રહેલો વધારો પડી ભાંગેલી વ્યવસ્થા નો ચિતાર આપે છે અને ખરેખર હવે સ્થિતિ સ્ફોટક બની છે અને લોકો હવે સારવાર ના અભાવે મરી રહ્યા છે.
