કોરોના ની ઝપેટ માં હવે રાજકીય નેતાઓ આવી રહ્યા છે અને હવે રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણલાલ પાટકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ તેમને U N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ગતરોજ તેઓને કોરોના ના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા જેનો રિપોર્ટ કરાવતા કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. ઉપરાંત અન્ય નેતાઓ માં
ગઈકાલે સુરત ના વાવના કોંગી અને કામરેજના ભાજપના ધારાસભ્યને કોરોના રિપોર્ટ આવ્યો હતો
બનાસકાંઠાના વાવ-ભાભરના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો અને કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા પણ કોરોનાગ્રસ્ત થયા છે. હાલ ગેનીબેન ઠાકોરને ગાંધીનગરમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે જ્યારે વી.ડી.ઝાલાવડીયાની ઘરે જ સારવાર ચાલી રહી છે. હાલ તેમની હાલત સ્થિર છે. જોકે, 3 દિવસ પહેલા તેઓ CM રૂપાણીની બેઠકમાં હાજર હતા. નોંધનીય છે કે અગાઉ 6 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે
જેમાં ઈમરાન ખેડાવાલા(ધારાસભ્ય, કોંગ્રેસ), જગદીશ પંચાલ(ધારાસભ્ય, ભાજપ), કિશોર ચૌહાણ(ધારાસભ્ય, ભાજપ), બલરામ થાવાણી(ધારાસભ્ય, ભાજપ), પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પણ કોરોનાગ્રસ્ત થયા હતા. જો કે આ ભરતસિંહ સોલંકી સિવાય આ તમામ નેતાઓ સાજા થઈ ગયા છે જે પૈકી માત્ર ભરતસિંહ સોલંકી સારવાર હેઠળ છે અને તેમની તબિયતમાં કોઈ સુધારો પણ નથી. તેઓ હાલ ઓક્સિજન સપોર્ટ પર છે. આમ અત્યાર સુધીમાં 6 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોનાગ્રસ્ત થઇ ચુક્યા છે આમ કોરોના નું સંક્રમણ નેતાઓ માં ખુબજ ઝડપથી ફેલાયું હતું અને વધુ એક નેતા રમણ પાટકર કોરોના થી સંક્રમિત થયા ની વિગતો સામે આવી છે.
