રાજ્યની ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા માટે ફી કમિટી સમક્ષ સ્કૂલોએ 31 માર્ચ સુધીમાં દરખાસ્ત રજૂ કરવાની રહેશે. તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડી શાળા સંચાલકોને ફી અંગેની દરખાસ્ત 31 માર્ચ સુધીમાં રજૂ કરવા માટે કહેવાયુ છે.
રાજ્યની ખાનગી સ્કૂલો દ્વારા લેવામાં આવતી આડેધડ ફી પર નિયંત્રણ લાવવા માટે સરકાર દ્વારા ફી નિયમન વિધેયક પસાર કર્યો હતો. જેમાં ખાનગી સ્કૂલોની ફીનું ધોરણ નક્કી કર્યું હતું અને નક્કી કરેલા ધોરણ કરતા વધુ ફી લેવા માંગતી સ્કૂલો પાસેથી દરખાસ્ત મંગાવી ફી કમિટી દ્વારા તેમની ફી નક્કી કરવામાં આવશે તેમ જણાવાયું હતું. સરકાર દ્વારા પ્રાથમિક સ્કૂલોની રૂ. 15 હજાર, માધ્યમિક સ્કૂલોની રૂ. 25 હજાર અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોની રૂ. 30 હજાર ફી નક્કી કરાઈ છે.
હવે જે સ્કૂલો આ નક્કી ધોરણ કરતા વધુ ફી લેવા માંગતી હોય તેમણે ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની હોય છે. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ખાનગી સ્કૂલોની ફી અંગેની દરખાસ્તને લઈને નોટીફીકેશન બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું છે કે, સ્કૂલોએ 31 માર્ચ સુધીમાં દરખાસ્ત મોકલી આપવાની રહેશે. જેથી ફી કમિટી દ્વારા દરખાસ્તનો અભ્યાસ કરી સ્કૂલોની ફી નક્કી કરવામાં આવશે.
આમ હવે નવા ધારાધોરણ અમલ માં આવશે.