રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. હાલમાંઉત્તરના પવનો ફૂંકાતા મહત્તમ તાપમાન 39 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. દર વર્ષની જેમ આ વખતે પણ રાજ્યમાં ઉનાળો આકરો સાબિત થવાની આગાહી છે, હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં શનિ-રવિવારે કેટલાક શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચે તેવી શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા લોકોને ખાસ કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી કેમકે લોકો બીમાર પડી શકે છે, જો આ રીતે જ ગરમીનો પારો વધતો રહ્યો તો એપ્રિલ મહિનામાં ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે.
આમ આગામી દિવસો માં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે.
