ગુજરાત માં વધતી જતા આગ ના બનાવો ને લઈ સરકાર હરકત માં આવી છે અને આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની મહત્વ ની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી રૂપાણી એ જણાવ્યું કે આગ ની દુર્ઘટનાઓ કાબુ માં લેવા ડાયરેક્ટર ઓફ ફાયરની પોસ્ટ ઉભી કરવામાં આવશે અને ચાર ઝોનમાં અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. ફાયર સર્વિસના નવા નિયમોનો 26મી જાન્યુઆરીથી અમલ કરવામાં આવશે.
રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યિક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફ્ટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે રાજ્ય સરકાર પારદર્શી રીતે ફાયર સેફ્ટી કોપ પોર્ટલ વિકસાવશે
રાજ્યમાં ફાયર સર્વિસ ક્ષેત્રે કારકિર્દી ઘડીને ખાનગી ફાયર સેફ્ટી ઓફિસર તરીકે યુવા ઇજનેરોને નિર્દિષ્ટ જરૂરી તાલીમ લીધા બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેકટીસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે. આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરોની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી, NOC, રિન્યૂઅલ વગેરેની કામગીરીનું હાલનું વધુ પડતું કાર્યભારણ ઓછુ થશે. એટલું જ નહીં બિલ્ડિંગ ધારકો અને લોકોને NOC મેળવવા તથા રિન્યુઅલ કરાવવામાં સરળતા મળશે. આવા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરની નિયુક્તિ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ-2013ની કલમ-12ની જોગવાઇ મુજબ કરવામાં આવશે.
મુખ્યમંત્રી રૂપાણીના આ નિર્ણયને પગલે રાજ્યમાં મોટા પ્રમાણમાં ઊંચા મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, શાળા-કોલેજ, હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમોને મેળવવાનું થતું ફાયર NOC તથા દર છ મહિને રિન્યૂઅલ કરાવવાની સેવાઓ ઝડપી બનશે.
