રાજ્ય માં કોરોના મહામારી ને કારણે વર્ષના શૈક્ષણિક સત્રમાં સ્કૂલ શરૂ થશે નહીં અને હવે નવા સત્રથી જ સ્કૂલ શરૂ કરવાનું સરકારનું આયોજન હોવાની વિગતો જાણવા મળી છે.
વિગતો મુજબ એપ્રિલ માસ સુધી સ્કૂલ શરૂ કરી શકાશે નહિ જે અંગે સત્તાવાર જાહેરાત થઇ શકે છે.
એપ્રિલ માસ સુધી સ્કૂલ શરૂ નહિ થાય પરંતુ બોર્ડ પરીક્ષા માટે જાન્યુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ થશે. અને ધોરણ 1 થી 8માં માસ પ્રમોશન આપવા બાબતે સરકારની વિચારણા હોવાનું પણ શૈક્ષણિક સૂત્રોનું કહેવું છે. સ્કૂલો શરૂ થાય તો કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવી સ્થિતિ છે. દિવાળી બાદ રાજ્ય સરકારે સ્કૂલ ખોલવાનું આયોજન કર્યું હતું. પણ દિવાળી બાદ કોરોના સંક્રમણ વધતા સ્કૂલ ખોલવાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો. આગામી સમયમાં 9 થી 12 ની પરીક્ષાને લઈને સરકાર દ્વારા આગામી જાહેરાત ઉપર સૌની મીટ મંડાઈ છે.
