રાજય માં હવામાન વિભાગ દ્વારા આજે હળવા વરસાદ સાથે ભારે પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી છે.રાજ્ય માં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવવા સાથે કેટલાક વિસ્તારોમાં ગતરોજ મંગળવારે મોડી રાતે વીજળી અને ઠંડા પવનો ફૂંકાયા હતા ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 15 એપ્રિલના રોજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદ સાથે વાવઝોડાની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં હિટવેવની આગાહી કરી છે.
40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા જિલ્લામાં હળવા વરસાદ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે. રાજ્યમાં મોટાભાગે મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે. આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ વધારો થાય તેવી શક્યતા નથી.
