રાજ્ય માં કોરોના ના કેસ વધતા હવે ભાજપ ને જનતા ની ચિંતા થઈ છે અને તેથીજ પ્રદેશ ભાજપે મોટો નિર્ણય કર્યો છે. ભાજપ રાજ્યભરમાં સન્માન સમારોહ, જાહેર કાર્યક્રમોનું આયોજન કરશે નહીં. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે હોદ્દેદારોને આ અંગે સુચન કર્યા છે. જિલ્લા અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ પ્રદેશ નેતાઓને સૂચન કર્યા છે. તેમણે કાર્યકર્તાઓને કોરોનાની ગાઈડલાઈન અનુસરવા અપીલ કરી છે. આ સાથે વધુમાં કોરોનાના રસીકરણના સેવાકાર્યમાં જોડાવા પણ કાર્યકર્તાઓને હાંકલ કરી છે જેથી કરીને કોરોના નું સંક્રમણ આગળ ન ફેલાય.
ચુંટણીઓ ને કારણે રાજ્ય માં કોરોના વકર્યો છે અને હાલમાં રાજ્યમાં ચુંટણીઓ બાદ નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 6 હજારને પાર કરી ગયો છે અને હાલ 6147 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 83 હજાર 864ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,437 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 73 હજાર 280 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 6147 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 6080 દર્દીની હાલત સ્થિર છે.
આમ હવે ભાજપ જાહેર કાર્યક્રમો નહિ કરે કારણ કે કોરોના ફેલાવાનું જોખમ ઉભું થઈ શકે છે.