રાજ્ય માં અચાનક જ જાણે રાતોરાત કોરોના ગાયબ કરી દેવાનો કારસો ચાલુ કરી દેવામાં આવ્યો હોવાની હકીકતમાં નો અગ્રીમ મીડિયા રિપોર્ટ્સ માં દાવો થતા ભારે ચકચાર મચી ગઈ છે.
રાજકોટ અને જામનગરમાં કોરોનાના કેસ ઓછા બતાવવા માટે હવે પોઝિટિવને પણ નેગેટિવ બતાવવાનું શરૂ થયું છે. જનતા ને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. આ માટે આરોગ્ય અધિકારીઓ પોતાના કર્મચારીઓને પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ દઈ ચીમકી આપી રહ્યા છે કે આ બધાની એન્ટ્રી નેગેટિવ તરીકે કરવાની છે આ વાત બહાર આવતા ભારે હોબાળો મચ્યો છે.
રાજ્યભરમાં કોરોનાના કેસ ઓછા બતાવવામાં આવી રહ્યા છે એ વાત જગજાહેર છે અને મોતના આંકડામાં પણ આવું જ ચાલતું હતું.
મીડિયા રિપોર્ટ્સ માં જણાવાયું છે કે કેસ નેગેટિવ બતાવવાના જામનગર સીડીએચઓ ડો. મણવરના આદેશ તેમજ રાજકોટ-જામનગરમાં રેપિડ કિટથી થયેલા 3.5 લાખ ટેસ્ટનો અતિ ગોપનીય રેકોર્ડ મેળવી ક્રોસ ચેક કરી તેમજ નેગેટિવ બતાવેલા દર્દીઓને ફોન કરતાં સમગ્ર હકીકત બહાર આવી છે. રાજકોટ મનપા, રાજકોટ ગ્રામ્ય તેમજ જામનગર આ ત્રણેય જગ્યાએ કોરોનાના કેસ ઓછા બતાવવા માટે અલગ અલગ એમ.ઓ. અપનાવાઈ છે. જાણે કોઇ ગુનાહિત કૃત્યનું નેટવર્ક હોય તેમ બધું જ ઓપરેટ થઈ રહ્યુ છે, જેમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, રાજકોટ ડીડીઓ અનિલ રાણાવસિયા, રાજકોટ સીડીએચઓ ડો. મિતેશ ભંડેરી, જામનગર ડીડીઓ ડો. વિપિન ગર્ગ અને જામનગર સીડીએચઓ ડો. બિરેન મણવર મુખ્ય સૂત્રધાર હોવાની વાત નો ખુલાસો થયો છે.
પોઝિટિવ આવેલા દર્દીઓની એક મહિના પછી નેગેટિવ એન્ટ્રી
રાજકોટ શહેરમાં એક મહિના પહેલાં ઘણા કેસ આવ્યા, પણ એ બતાવાયા ન હતા, કારણ કે પોઝિટિવ કેસ આવતાં તેમની અલગ યાદી તૈયાર કરાતી હતીજ્યારે નેશનલ પોર્ટલ પર પહેલા માત્ર નેગેટિવ અને નક્કી કરેલી સંખ્યામાં પોઝિટિવની એન્ટ્રી કરવામાં આવી રહી છે. પોઝિટિવ દર્દીઓનું એક લિસ્ટ અલગ રખાય છે અને હવે જ્યારે કેસ ઘટ્યા છે ત્યારે એ યાદીના રેકોર્ડ નેગેટિવ તરીકે એન્ટ્રી થઈ રહી છે. એન્ટિજન ટેસ્ટની એન્ટ્રીના પોર્ટલ પર એક મહિના પહેલાં થયેલા રેપિડ ટેસ્ટની એન્ટ્રી હવે થઈ રહી છે હોવાની વાત સામે આવી છે.
