ગુજરાતમાં કોરોના ની મહામારી વચ્ચે શુક્રવારે 1,31,826 લોકોને રસી આપવામાં આવી હોવાનું નોંધાયું છે. રાજ્યમાં વેકસીન લેનારા ની સંખ્યા 1 કરોડ ઉપર થઇ છે. રાજ્યમાં અત્યારસુધી 87 લાખ લોકો રસીનો પ્રથમ ડોઝ મેળવી ચૂક્યા છે, જ્યારે બીજો ડોઝ પણ લઈ લીધો હોય એવા લોકોની સંખ્યા 13 લાખથી વધારે છે.
માર્ચ અને એપ્રિલ મહિનાના શરૂઆતી દિવસોમાં દૈનિક 3થી 4 લાખ લોકોને વેક્સિન અપાઈ રહી હતી, પરંતુ હાલમાં સરકારના ટાર્ગેટ કરતાં પણ ઓછું વેક્સિનેશન થઈ રહ્યું છે. હાલમાં ગુજરાતમા દૈનિક 1થી 2 લાખની આસપાસ વેક્સિનેશન થાય છે. એપ્રિલના શરૂઆતના પહેલા 15 દિવસ જોઈને લાગતું હતું કે ગુજરાત ટૂંક સમયમાં વેક્સિનેશન મામલે નંબર 1 પર આવી જશે, પરંતુ હાલની સ્થિતિમાં રાજ્ય 2 નંબરથી 4 નંબર પર આવી ગયું છે.
આમ કોરોના ની હાડમારી વચ્ચે વેકશીન અભિયાન જારી રહ્યું છે.
