રાજ્યમાં કોરોના નો કહેર જારી રહ્યો છે અને હોળી-ધૂળેટી પર્વ ઉપર સતત ત્રીજા દિવસે 2200થી વધુ એટલે કે 24 કલાકમાં 2252 નવા કેસ નોંધાયા છે. જ્યારે સતત બીજા દિવસે 8ના મોત થયા છે.
જે આંકડા સામે આવ્યા છે તેમાં સુરતમાં 677 અને અમદાવાદમાં 612 નવા કેસ નોંધાયા છે. તેમજ 1731 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરત શહેરમાં 3, અમદાવાદ શહેરમાં 3, રાજકોટ શહેરમાં 1 અને પંચમહાલમાં 1 મળીને કુલ 8 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,500 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 3 હજાર 118 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,500 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 86 હજાર 577 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 12,041 એક્ટિવ કેસ છે, જેમાંથી 149 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 11,892 દર્દીની હાલત સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
