રાજ્ય માં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1565 કેસ નોંધાયા છે રાજ્યમાં એકજ દિવસમાં કોરોનાના સૌથી વધુ 1607 દર્દી 27 નવેમ્બર, 2020ના રોજ નોંધાયા હતા. આમ, રાજ્યમાં ફરી એકવાર કોરોના એ માથુ ઊંચકયુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોના દર્દીઓનો આંકડો પહેલીવાર 401 પર પહોંચી ગયો છે, જ્યારે સુરતમાં 381, વડોદરામાં 132 અને રાજકોટમાં 121 નવા દર્દી નોંધાયા છે આ સાથે રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાથી છ લોકોના મૃત્યુ થયા છે,અગાઉ 30 ડિસેમ્બર, 2020ના રોજ એક દિવસમાં કોરોનાથી સાતના મૃત્યુ થયા હતા. રાજ્યમાં દસ જ દિવસમાં કોરોનાના 10 હજાર કેસ નોંધાયા છે, જેમાંથી પાંચ હજાર કેસ એકલા અમદાવાદ અને સુરતમાં જ નોંધાયા છે.
આ દરમિયાન કોરોનાના કેસ વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લૉકડાઉનની અફવાથી ગભરાયેલા લોકોને હૈયાધારણ આપતા કહ્યું કે, સંક્રમણ વધ્યું છે તે માટે ચૂંટણી જવાબદાર નથી. જો એવું હોય, તો મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં ક્યાં ચૂંટણી હતી? આમ છતાં, ત્યાં પણ કેસ વધ્યા છે. સરકારે અને ભાજપે પણ કાર્યક્રમો રદ કર્યા છે, પરંતુ બજેટ પસાર કરવું પડે તેમ હોવાથી વિધાનસભા ચાલુ રહેશે. તેમ જણાવ્યું છે.