રાજ્ય માં કોરોના એ હાહાકાર મચાવી રાખ્યો છે ત્યારે જનતા એ ઘણું ગુમાવ્યું છે પોતાના આપ્તજનો, બચત,મિલકતો વગરે ગુમાવ્યા છે ત્યારે પોતેજ હવે જાગૃત બનવું પડે તેવી સ્થિતિ છે કઈ નહિ તો ચેપ ન લાગે તે માટે પરિવાર અને પોતે નિયમો પાળશુ તો પણ ઘણું છે.
ગુજરાતમાં કોરોના ની ગતિ સામાન્ય મંદ છે પણ મૃત્યુઆંક વધ્યો છે. આખા એપ્રિલ મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે પણ 13847 કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત કહી શકાય કે 10582 દર્દીઓ સાજા થઈ ગયા છે. જોકે ચિંતાની વાત છે કે ગુજરાતમાં મોતની સંખ્યા હજુ પણ સતત વધી રહી છે અને એક જ દિવસમાં 172 દર્દીઓના મોત થયા હોવાનો સરકારી આંકડો છે. પણ ખાનગી અને હોમ આઇસોલોન માં મૃત્યુ પામેલા દર્શાવાતા નથી. અમદાવાદમાં આજે 4980 કેસ નોંધાયા છે. જે અગાઉના કરતાં આંશિક ઘટાડો છે, રાજ્યના અન્ય મહાનગરો જેમ કે સુરતમાં આજે 1795, રાજકોટમાં 605 અને વડોદરામાં 547 નવા કેસ આવ્યા છે. અમદાવાદમાં 21, વડોદરામાં 11, રાજકોટમાં 10 અને સુરતમાં 18 ના મોત નોંધાયા છે.
આમ સાજા થવાની સામે મોત નો આંકડો હજુ વધુ છે અને હજુપણ સ્થિતિ સુધરી છે તેમ કહેવું વધારે પડતું છે.
