કોરોના એ સરકાર ની આગોતરા આયોજન ની પોલ ખોલી નાખી છે અને સેંકડો લોકો રોજ મોત ને ભેટી રહયા છે ત્યારે સરકારી હોસ્પિટલ માં પૂરતા બેડ નથી,સગવડ નથી, સ્ટાફ ની ઘટ છે ત્યારે જ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર ને ચોખ્ખું કહી દીધું કે વર્ષ 2008થી બાકી રહેલી બઢતી અંગે સરકાર ત્વરિત નિર્ણય લે અને સાતમા પગાર પંચ નો લાભ પણ આપવામાં આવે તે સિવાય અન્ય 15 માંગણીઓ મામલે સરકારને આવેદનપત્ર આપી આ માંગણી તરત જ સોલ્વ કરવા સ્પષ્ટ જણાવી દીધું છે અને જો સરકાર આ બાબતે તરતજ હા નહિ પાડે તો સામુહિક હડતાલ ની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જો આવું થશે તો કોરોના કાળ માં ધર્મ સંકટ ઉભું થાય તેવા વર્તારા જોવા મળી રહયા છે.
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનમાં એડિશનલ સુપ્રિટેનડેન્ટ કક્ષાના, વિભાગીય વડા અને અનેક સિનિયર તબીબો દ્વારા પોતાની માગણીઓને લઈને બેઠક પણ મળી હતી. અગ્રણી ડોકટરો ના જણાવ્યા મુજબ એક તરફ જુનિયર તબીબો હડતાલ પાડીને માંગણીઓ સંતોષી રહ્યા છે તેવા સંજોગોમાં સિનિયર તબીબો ના મુદ્દા ઉકેલ આવે તેવી અમને આશા છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના ગુજરાતમાંથી 1700 તબીબો દ્વારા બેઠક સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં ન આવી તો હડતાળ ની સ્થિતિ ઉભી થાય તેમ મનાય છે.
બીજી અગાઉ હળતાલ પાડનાર સુરત ના રેસિડન્ટ ડોકટરો ના મતે જો સરકાર તેઓ ની પણ પડતર માંગણીઓ નો નિવેડો નહિ લાવે તો આવતીકાલથી સ્ટ્રાઈક નક્કી જ છે. દોઢ મહિનાથી વારંવાર સરકારને રજુઆત થઈછે, હવે કોરોનાની માહામારીમાં દરેક ટોપર રેસિડેન્ટ અભ્યાસ, પરિવાર બધું છોડીને કોવિડના દર્દીઓ પાછળ વધુમાં વધુ સમય આપી કામ કરી રહ્યો છે. ડોક્ટરોની અછત દૂર કરવા MBBS પાસ કરનાર ડૉક્ટરને સરકાર તાત્કાલિક 60 હજારના 1. 25 લાખ આપી ભરતી કરાઈ રહી છે અને રેસિડેન્ટ તબીબોના સ્ટ્રેઇપેન્ડ વધારવામાં આવતા નથી દરેક રેસિડેન્ટ પોતાનું કેરિયર બગાડીને કોવિડમાં કામ કરી રહ્યો છે ત્યારે હવે હડતાળ એજ એક વિકલ્પ હોવાનું ડોકટરો જણાવી રહયા છે.
દર ત્રણ વર્ષે સરકારના નિયમ મુજબ સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો થવો જોઈએ, એ માગી રહ્યા છીએ. 60 હજારની જગ્યાએ લીગલ 84 હજાર મળશે પછી જ કામે ચઢીશું એવું નક્કી કરાયું છે. આ માહામારીમાં દર્દીના ડાયપર રેસિડેન્ટ બદલી રહ્યા છે, ભોજન કરાવી રહ્યા છે, સ્ટ્રેચર ખેંચી રહ્યા છે , ICUમાં દર મિનિટે દર્દીનું મોનિટરીગ ખૂબ જ જરૂરી હોય છે અમને અમારી ચિંતા નથી પણ દર્દીની ચિંતા રાખી કામ કરતા હતા છતાં સરકારને અમારી પડી નથી એટલે હવે સ્ટાઈપેન્ડ માટે સ્ટ્રાઈક એજ એક વિકલ્પ બની ગયો છે. આમ સરકારી સિનિયર તબીબો અને રેસિડન્ટ ડોકટરો પોતાની માંગ મામલે હડતાળ ઉપર જવાના સંકેત આપ્યા હતા.