રાજ્ય સરકારે કોરોના કાળ માં પણ ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે પરિપત્ર જાહેર કરી પરીક્ષાની તારીખ પણ નક્કી કરી છે જેમાં તા. 19 માર્ચથી 27 માર્ચ સુધીની પરીક્ષા યોજાશે તેમ જણાવ્યું છે, જોકે, કન્ટેઈન્ટમેંટ ઝોનના વિદ્યાર્થીઓ માટે સરકારે અલગ નિયમ જાહેર કર્યા છે. જે વિદ્યાર્થીઓ કન્ટેઈન્ટમેંટ ઝોનમાં રહે છે. તેમને પાછળથી પરીક્ષા આપવી પડશે. કન્ટેઈન્ટમેંટ ઝોનમાં હોય તેવી શાળાઓમાં પાછળથી પરીક્ષાનું આયોજન કરાશે. આ બધા વચ્ચે વાલીઓ દ્વારા શાળા બંધ કરવાની રજૂઆત કરાઈ છે. તેવા સમયે સરકાર પરીક્ષાનું આયોજન કરી રહી છે. તો સરકારે એક કારણ આંતરિક મૂલ્યાંકનનું પણ દર્શાવ્યું છે. સરકારે કહ્યું કે, આંતરિક મૂલ્યાંકન જરૂરી છે
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ગુજરાત વાલી મંડળ પણ હરકતમાં આવી ગયું છે. ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી 20 દિવસ શાળા બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે વાલી મંડળે શાળા બંધ રાખી માત્ર ફાઈનલ પરીક્ષા લેવા માટે માગ કરી હતી અને ગ્રેસીંગ માર્કસ આપીને વિદ્યાર્થીઓને પાસ કરવા માટે વાલી મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. આ સાથે સુરતમાં 192 વિદ્યાર્થીઓ તથા અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું ગુજરાત વાલી મંડળ દ્વારા જણાવાયું છે જોકે,કોરોના માં પણ પરીક્ષા ફરજિયાત રહશે
