રાજ્ય માંકોરોનાના વધતાં કેસને પગલે સરકારે મર્યાદિત સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોના ગાઈડલાઈન મુજબ હોળીની ઉજવણી કરવાની મર્યાદિત છૂટ આપી છે. ત્યારે આજે ફાગણી પૂનમે રાજ્યના મોટા મંદિરો એવા અંબાજી, સોમનાથ અને શામળાજી ખાતે ભક્તો દર્શન કરી શકશે જોકે, ડાકોર અને દ્વારકા ના મંદિર આજે બંધ રહેશે.
ગુજરાતમાં કોરોનાના નવા કેસનો આંકડો રોજરોજ વધી રહ્યો છે અને નવા-નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2276 નવા કેસ નોઁધાયા છે. જેમાં સુરતમાં 760 અને અમદાવાદમાં 612 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1534 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. તો એક જ દિવસમાં રાજ્યમાં વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે અને 83ના સીધા 157 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે સુરત શહેરમાં 2, અમદાવાદ અને ભાવનગર શહેર તથા ભરૂચમાં 1-1 મળી કુલ 5 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,484 થયો છે.
રાજ્ય ના આરોગ્ય વિભાગે લોકોને કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરવા, યોગ્ય રીતે ફેસ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને વારંવાર હેન્ડ સેનેટાઇઝ કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે, વધતા કેસોને લઇન હોળીના તહેવાર અંતર્ગત કેટલીક ગાઇડલાઇન જારી કરવામાં આવી છે જેમા કંટાઈમેન્ટ ઝોનમાં કોઈપણ ઉત્સવ કે કાર્યક્રમની અનુમતિ નહિ હશે. ઉત્સવની કંટાઈમેન્ટ ઝોનની બહાર જ અનુમતિ આપવામાં આવશે. કોઈપણ તહેવાર સાર્વજનિક સ્થળો પર હોળી મનાવવાની સખ્ત મનાઈ છે. હોલિકા દહનના માટે કોઈપણ કાર્યક્રમ સભા મંડળીની અનુમતિ નથી,લોકોને અનુરોધ કર્યો છેકે, સાર્વજનિક સ્થાનો પર ધાર્મિક કાર્યો માટે જવાથી બચે અને પોતપોતાના ઘરો નજીક જ હોળીનો કાર્યક્રમ કરવાનો પ્રયાસ કરવો. આ ગાઇડલાઇનનો ભંગ કરનાર સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.
