રાજય વિધાનસભા ગૃહમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય માં ગેરકાયદે જમીન પચાવી પાડનાર ઈસમો વિરુદ્ધ પગલાં ભરાયા છે , મહેસુલ વિભાગને 2694 થી વધુ અરજી મળી હતી. આ પૈકી 983 અરજીઓની પ્રાથમિક તપાસ પૂર્ણ કરાય અને 173 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ અરજીઓમાંથી 112 પોલીસ ફરિયાદ કરીને 451 ભૂમાફીયા સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું.
મહેસુલ મંત્રીએ કહ્યું હતું કે, રાજયમાં સૌથી ઓછી સ્ટેમ્પ ડયૂટી છે. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2021-22માં 46 નવી બાબત સાથે રૂ. 4547 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. રાજયમાં ઓનલાઇન કાર્યવાહીમાં 80 લાખથી વધુ સર્વે નંબરના 8 કરોડ જેટલા સાતબારના ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા છે. ઇન્ટીગ્રેેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લીકેશન સિસ્ટમથી 25 જેટલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવી છે. ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતિમાં 1.36 કરોડથી વધુ લોકોએ લાભ લીધો છે.
આમ ભૂ માફિયા વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી હોવાનું મહેસૂલ મંત્રી એ જણાવ્યું હતું.