રાજ્ય માં ચુંટણીઓ અગાઉ પાટીદાર સમાજ ની મળેલી બેઠક થી રાજકીય માહોલ ગરમાયો છે તમામ પક્ષ ના પાટીદાર નેતાઓ થયા એકમંચ થતા અનેક અટકળો વહેતી થઈ છે. હાલ માં નજીક માજ સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ આવી રહી છે ત્યારે પાટીદાર સમાજ એક થવાની વાતે રાજકારણ ગરમાયુ છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમીપાર્ટીના નેતાઓ ખોડલધામ ખાતે એક મંચ ઉપર આવી રાજકીય વચસ્વ મુદ્દે ચર્ચા પણ કરી હોવાની વાતે રાજ્ય માં રાજકારણ માં ગરમાટો લાવી દીધો છે ,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ની મળેલી આ બેઠક મહત્વ ની માનવામાં આવી રહી છે અને સમાજનું આગળના 20 વર્ષનું લક્ષ્યાંક નક્કી કરવા મુદ્દે ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.
વિધાનસભાની પેટાચૂંટણી પુરી થયા બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાન્યુઆરી ના અંત માંઆવી રહી છે. ત્યારે પાટીદાર સમાજ પોતાના વર્ચસ્વ અને નેતૃત્વને મજબૂત બનાવવા એક થયું હોવાની ચર્ચા છે.
