રાજ્ય માં સરકાર દ્વારા 20 શહેરોમાં રાત્રિ ના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ જાહેર કરાયા બાદ હવે બીજા ચરણ માં રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ કરવા આદેશ આપી દેવાયા છે એટલું જ નહીં પણ હવે જનતા પાસેથી કડક હાથે દંડ વસુલ કરવા પણ હુકમ છૂટતા હવે દરેક જગ્યા એ દંડ નો અમલ કરાવવા પોલીસ તૈનાત કરી દેવામાં આવશે. પોલીસકર્મીઓને આગામી આદેશ સુધી હવે અનિવાર્ય સંજોગો સિવાય રજા નહીં આપવામાં આવે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાને લેતા મંગળવારે રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 20 જેટલા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરાઈ હતી. જેનો અમલ આજ રાતથી શરૂ થઈ જશે. એવામાં કર્ફ્યૂ તથા કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરાતા હોય છે. જ્યારે કેટલાક પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. એવામાં પોલીસની અછત વર્તાતા રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ કરી છે. ઉપરાંત આજથી રજા પર ગયેલા કર્મચારીઓની રજા ટૂંકાવવા તેમજ અનિવાર્ય સંજોગો સિવાય રજા નહીં આપવા આદેશ કર્યો છે અને ગુજરાતમાં માસ્ક નહીં પહેરનારાં લોકો વિરુદ્ધ દંડની કવાયત તેજ કરવા માટે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામ પોલિસ અધિકારીઓને આદેશ કરતા હવે પોલીસ રોડ ઉપર દરેક નાકા ઉપર ગોઠવી દંડ અભિયાન તેજ બનાવાશે.
