રાજ્ય માં ફરી વરસાદ ની આગાહી વચ્ચે સાપુતારા અને ગીરી મથક માં વરસાદ પડયા ના અહેવાલ છે અહીં વાતાવરણમાં વરસાદી ઠંડક નો સહેલાણીઓ આનંદ લઈ રહ્યા છે.હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની ફરી એક વધુ આગાહી કરી છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત પર સિસ્ટમ સક્રિય થશે અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 8થી 10 જાન્યુઆરીના કમોસમી વરસાદ થશે. જેમાં આઠમી જાન્યુઆરીના રોજ ડાંગ, તાપી, નર્મદા, દાહોદમાં વરસાદ પડી શકે છે જ્યારે તા.9મી જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદ અને 10 જાન્યુઆરીના રોજ દાહોદ ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયા ના અહેવાલો છે.
ડાંગ જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવતા વહેલી સવારથી જ વાદળો વચ્ચે ડાંગ જિલ્લાના ગિરીમથક સાપુતારા સહિત આહવા, વઘઇના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. માવઠા ને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. વરસાદી વાતાવરણના કારણે હવામાન ઠંડુગાર બની ગયું છે.
