રાજ્ય માં માસ્ક ના નામે જનતા પાસે થી કરોડો રૂપિયા ખંખેરી લેવાનું કૌભાંડ ચાલતું હોવાના અક્ષેપો વચ્ચે કુલ રૂ.116 કરોડ જનતા પાસે થી ઉઘરાવ્યા નો મામલો સામે આવ્યો છે અને પોલીસ ને અપાતા ટાર્ગેટ વચ્ચે અલગ અલગ વ્યક્તિને એક રીસિપ્ટ નંબરના બે મેમો આપ્યા હોવાની વિગતો સામે આવતા સનસનાટી મચી છે.
કોરોના આવતા જ સામાન્ય જનતા ની હાલત કફોડી થઈ ગઈ છે ધંધા,રોજગાર ચાલતા નથી કેટલાય નોકરી વગર ના થઇ ગયા છે ઠેરઠેર હવે આંદોલન ચાલવા માંડ્યા છે મોંઘવારી ચરમસીમા ઉપર છે અને બીજી તરફ પોલીસ દ્વારા જાહેર માર્ગો ઉપર ટ્રાફિક અને માસ્ક ના નામે દંડ ઉઘરાવવા માં આવી રહ્યો છે જે પ્રજા ને પડતા ઉપર પાટુ સમાન છે હાલ રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ અત્યાર સુધીમાં કુલ 116 કરોડ રૂપિયાનો દંડ જનતા પાસે વસૂલ કરાયો છે. માસ્ક ન પહેરનારા 23 લાખ 64 હજાર 420 લોકોને દંડ ફટકારાય ચૂક્યો છે. તેવામાં હવે અમદાવાદ પોલીસ દ્વારા માસ્ક મુદ્દે દંડનો ટાર્ગેટ અપાઇ રહ્યો છે. પોલીસકર્મીએ જ પોલીસના ટાર્ગેટનો ભાંડો ફોડતા ભારે ચકચાર મચી ગઇ છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસને માસ્ક ન પહેર્યું હોય તેવા 40 મેમો બનાવવાનો ટાર્ગેટ અપાય છે. પોલીસે કરેલી કામગીરીનો રિપોર્ટ PSOને આપવાનો હોવાની વિગતો સામે આવી છે.
ACP, DCP અને JCP રોજનો એક લાખનો ટાર્ગેટ આપે છે. ટાર્ગેટ પૂર્ણ કરવા માસ્ક પહેરનાર પાસેથી દંડ વસૂલાતો હોવાની વાત સામે આવી છે કારણકે નાસ્તો કરતા લોકો પાસેથી ધમકી આપી દંડ વસૂલવામાં આવતો હોવાની ફરિયાદો વધી ગઈ છે. માસ્કની જગ્યાએ રૂમાલ પહેરનાર પાસેથી પણ દંડ વસૂલાતો હોવાના દાખલા સામે આવ્યા છે.અગાઉ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ માસ્ક ન હોય તો રૂમાલ પહેરી શકાય છે એમ નિવેદનો કરતા હોય ત્યારે પોલીસ શામાટે રૂમાલ બાંધેલા ને ટાર્ગેટ કરી રહી છે ? તેવી ફરિયાદ વચ્ચે એક ચોંકાવનારી વાત બહાર આવી છે જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે અલગ અલગ વ્યક્તિને એક રીસિપ્ટ નંબરના બે મેમો આપ્યા હોવાની વિગતો સામે આવતા સનસનાટી મચી ગઇ છે. એક જ રીસિપ્ટ નંબરના બે મેમો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મેમો નેહરુનગર વિસ્તારમાંથી અપાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં માસ્ક ન પહેરવા બદલ વાસણાના રહેવાસી દંપતીને મેમો આપવામાં આવ્યો હતો જે વાત ને લઈ ટ્રાફિક પોલીસનું વ્યવસ્થિત કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ લાગ્યા છે.
કોરોના ની મહામારી માં લોકો ની ચિંતા કર્યા વગર બેફામ દંડ ઉઘરાવાનો એક પોઈન્ટ પર 40થી વધુ મેમો ફાટવાનો ટાર્ગેટ કોના ઈશારે અપાય છે તે વાત ચર્ચાનો વિષય બની છે. એવી પણ વાત લોકો માં ચર્ચાઈ રહી છે કે પોલીસને પણ વીમા કંપનીની જેમ કામ કેમ સોંપવામાં આવી રહ્યું છે કે કેમ અને ખાનગી કંપનીની જેમ પોલીસને ટાર્ગેટ આપવાનું કામ કેટલું યોગ્ય છે તે વાત ને લઈ લોકશાહી દેશ માં સામાન્ય પ્રજા માં ચર્ચા ઉઠી છે.