રાજ્ય માં મેડિકલ લાઈન માં જે વિદ્યાર્થીઓ એ પ્રવેશ માટે રિપોર્ટિંગ ન કરાવ્યું હોય તેવી 293 અને ડેન્ટલની 710 બેઠક મળી 1003 બેઠક પર 18 ડિસેમ્બરથી મોપ અપ રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવેશ કાર્યવાહી 23 ડિસેમ્બર સુધી ચાલનાર છે જેમાં રાજ્ય ના અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, જામનગર,જૂનાગઢ, સહિતની કુલ 11 મેડિકલ કોલેજોના હેલ્પ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓને મેરિટ ક્રમ મુજબ ફાળવેલ તારીખ મુજબ હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.
હાલ પ્રવર્તમાન કોરોના ની સ્થિતિ ના કારણે વિદ્યાર્થીઓને ગાંધીનગર, જીએમઈઆરએસ મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે એકત્ર ન થવું પડે તે માટે જુદાજુદા 11 જગ્યા એ પ્રવેશ કાર્યવાહી માટેની એપોઈનમેન્ટ આપવાનો નિર્ણય લેવાયો છે આ માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જે તે કોલેજ કક્ષાએથી યોજાશે. એચડીએફસી બેન્કના અધિકારીઓ નિર્ધારિત 11 મેડિકલ કોલેજોના હેલ્પ સેન્ટર ખાતે ડિમાન્ડ ડ્રાફ્ટથી ફીનો સ્વીકાર કરવા માટે જણાવાયું છે. વિદ્યાર્થીઓને ડિમાન્ડ ડ્રાફ્ટના માધ્યમથી પસંદગીની કોલેજોમાં પ્રવેશ માટેની ફી ભરવા માટે જણાવાયું છે. કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો કમિટીની સાઈટ http;//www.medadmgujarat.org/ug/home.aspx પર સંપર્ક કરવા જણાવાયુ છે.
