રાજ્ય માં વરસાદી માહોલ અને આકાશ માં વાદળીયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ બધા વચ્ચે ગુજરાતમાં આજે સતત ચોથા દિવસે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાનું ચાલુ રહ્યું છે અને રાજ્યના 40 તાલુકામાં આજે વરસાદ પડ્યા ના અહેવાલ છે, આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન જૂનાગઢના માળીયામાં સૌથી વધુ એક ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છના લખપતમાં 12 મિમિ, જૂનાગઢ શહેર અને તાલુકામાં 10 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના જેતપુરમાં પણ 10 મિમિ વરસાદ નોઁધાયો છે. આ ઉપરાંત ગીર સોમનાથના ગીર ગઢડામાં 9 મિમિ, જૂનાગઢના મેંદરડામાં 6 તેમજ ખાંભા, વિસાવદર અને જલાલપોરમાં 5-5 મિમિ વરસાદ નોઁધાયો છે.
હવામાન વિભાગે આજે બુધવારે કચ્છ તથા દેવભૂમિ દ્વારકા તથા આસપાસના વિસ્તારોમાં બુધવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર નજીક સમુદ્રમાં લૉ-પ્રેશર સર્જાયું હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વરસાદી માહોલ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
આમ રાજ્ય માં મોટાભાગ ના વિસ્તારમાં વાદળીયું હવામાન જોવા મળ્યું છે જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાના વાવડ છે.
