રાજ્યમાં કોરોના ની સ્થિતિ ધાર્યા કરતાં વધુ ખરાબ છે અને કોરોના સ્પ્રેડ થતા અમદાવાદ થી લઈ સુરત,વલસાડ ,દમણ સુધી પહેલા ની સરખામણી માં કેસો વધ્યા છે હાલ અમદાવાદ અને વડોદરા કરતા પણ વધુ દક્ષિણ ગુજરાતમાં કેસો સતત વધ્યા હોવાનું સામે આવતા અચાનક સરકાર ચિંતિત બની છે અને ઉત્તરોત્તર વધતા કોરોના પોઝિટિવ કેસ ને લઈ તે અંગે વિચાર વિમર્સ કરવા આજે બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળનાર છે.
સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઈ ચર્ચા કરવામાં આવનાર છે. કેબિનેટની બેઠકમાં 30 જુલાઈ સુધી કોરોનાના સંક્રમણને ઘટાડવા પર રણનીતિ ઘડવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
