ગુજરાત માં કોરોના બરાબર નો વકર્યો છે ત્યારે જ સરકાર ને સ્કૂલ અને કોલેજ ચાલુ કરવાનું મૂરત આવતા હવે વાલીઓ વિરોધ કરી રહ્યા છે અને રાજ્ય માં વિરોધ નો વંટોળ ઉઠતા હવે
શાળા-કોલેજ ખોલવા મુદ્દે સરકાર ફેરવિચારણા કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચાલુ પ્રેસ કૉન્ફરન્સમાં શિક્ષણ મંત્રી પર એક ફોન પણ આવ્યો હતો જોકે
આ ફોન કોનો હતો તેને લઈ અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે અને આ ફોન
મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આવ્યાની ચર્ચા પણ ચાલી હતી પણ કહેવાય છે કે 23 મીથી શાળા કોલેજ કદાચ શરૂ ન પણ થાય તેવી શકયતા જણાઈ રહી છે, અને રાજ્ય સરકાર નિર્ણય બદલે તેવી શક્યતા જણાઈ રહી છે.
હાલ અમદાવાદમાં કોરોના ની મહામારી ફેલાતા આજે જ રાત્રી કર્ફયૂ લાદવાનો વારો આવ્યો છે અને વાલીઓ દ્વારા સ્કૂલ નહિ ખોલવા દેવાના એલાન વગેરે બાબતે કદાચ
આવતીકાલે સરકાર સ્કૂલો ખોલવા મુદ્દે મોટી જાહેરાત કરી શકે છે.જોકે હજુ સુધી આ વાત ને સતાવાર સમર્થન મળ્યું નથી.
