રાજ્યમાં આવનારા પાંચ દિવસ માં ગરમીનો પારો 42 ડિગ્રી થી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના, ગીર, સોમનાથ, કચ્છ, પોરબંદર અને રાજકોટમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ ગરમીનો પારો 43ને પાર થવાની શક્યતા છે. રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો આજે 40થી 42 ડિગ્રી રહ્યો હતો.
જેમાં ભુજ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ ,અમદાવાદ ,ડીસા અને ગાંધીનગર માં લોકો એ ભારે ગરમી નો અનુભવ કર્યો હતો.
