કોરોના માં અટવાઈ ગયેલા શિક્ષણ કાર્ય ને ચાલુ કરવા આ ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ જલ્દી ધંધા ચાલુ થાય તેવી માંગ કરી રહ્યા છે. ગુજરાતમાં શાળા- કોલેજો, ટયુશન- કોચિંગ ક્લાસ શરૂ કરવા સંચાલકોએ સરકારમાં દબાણ વધાર્યું હોવાની વાત છે. કારણ કે અગાઉ અનલોક- પની ગાઈડલાઈનમાં ભારત સરકારે ૧૫ ઓક્ટોબર બાદ પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવા સંદર્ભે રાજ્ય સરકારને નિર્ણય લેવાની વાત કરી હતી.પરિણામે ગુજરાતમાં દિવાળી બાદ શાળા- કોંચિંગ ફરીથી ધમધમતા કરવા ગતિવિધિઓ શરૂ થઈ છે. અગાઉ અનલોક-૪ના જાહેરનામામાં ૨૧ સપ્ટેમ્બરથી સ્કિલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટી, ધો- ૯થી ૧૨માં શૈક્ષણિક પ્રવૃતિઓ શરૂ કરવા છૂટછાટ આપવાનું જાહેર થયુ ત્યારે વાલીઓએ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા માગ કરી હતી કારણ કે કોરોના ની હાડમારી મા કોઈ વાલી પોતાના બાળક ની જિંદગી નું રિસ્ક લઈ શકે નહીં અને વ્યાપક વિરોધને પગલે શિક્ષણ મંત્રીને ૨૧ સપ્ટેમ્બર પછી સ્કૂલ- કોલેજ નહી ખુલે તેવુ જાહેર કરવુ પડયુ હતુ. જો કે, હવે ૧૫ ઓક્ટોબર પછી પહેલા કોલેજ, પછી ITI પછી ધો. ૧૧ -૧૨ અને નીચેના ધોરણમાં શાળાએથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા SOP સાથે નિર્ણય જાહેર થાય તેવી અંદરખાને ગોઠવણ ચાલી રહી હોવાની ચર્ચા છે કારણ કે કોરોના મંદ પડ્યો હોય તેવું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે,બીજી તરફ સ્મશાન ના આંકડા જોતા કોરોના થી જીવ ગુમાવનાર કમનશીબો ની સંખ્યા ડરાવણી છે જેથી જાહેરાત થાય તો પણ વાલીઓ પોતાના બાળકો ને ટ્યૂશન કે કોચિંગ કલાસ માં મોકલે તેવી શકયતા નહિવત જણાઈ રહી છે.
