વર્તમાન શિક્ષણ સામે અનેક ઉઠી રહેલા સવાલો વચ્ચે રાજ્યની 5,200 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ માં કુલ 2 હજાર આચાર્યો જ નહીં હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. હાલ રોજગાર માટે પણ શિક્ષિત બેરોજગાર નોકરી માટે વલખા મારી રહ્યા છે ત્યારે આ ખાલી પડેલી જગ્યામાં નવી ભરતી થાય તે હેતુથી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે.
ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યની ભરતી સંબંધે કરાયેલ સુધારાને પગલે યોગ્ય આચાર્યોની ભરતી પહેલા એચ.મેટ પરીક્ષા પણ લેવાય છે. આ પરીક્ષા પણ ઓનલાઇન કે ઓફલાઇન લેવામાં આવે જેથી શાળા ખુલતા જ નવા પ્રિન્સિપાલની ભરતી થઇ શકે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હોવાની વિગતો સાંપડી છે.
