કોરોના અને લૉકડાઉન માં લોકો ભલે બેવડ વળી ગયા પણ સરકારી તિજોરી છલકાઈ ગઇ છે, જેનો અંદાજ સામાન્ય રીતે રાજ્યના જીએસટી ડિપાર્ટમેન્ટના આંકડા પરથી આવી શકે છે. ડિસેમ્બરમાં જીએસટીની કુલ રૂ. 1.15 લાખ કરોડની આવકમાં રાજ્યની રૂ. 2940 કરોડની આવક વિવિધ ટ્રેડમાંથી થઈ હતી. રાજ્ય માં બેફામ વધેલા પેટ્રોલ, ડીઝલ ના ભાવો અને ગેસમાંથી રૂ. 1905 કરોડ જ્યારે આઇજીએસટીની રૂ. 475 કરોડની સરકાર ને આવક થઇ છે.
રાજ્યના જીએસટી ડિપાર્ટમેન્ટને ડિસેમ્બર માસમાં પેટ્રોલિયમની રૂ. 1905 કરોડની આવક થઇ હતી. આઇજીએસટીમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવતા જતા માલ ઉપર ટેકસ લાગતો હોય છે. જે એક બીજા રાજ્યો આઇજીએસટીનું સેટલમેન્ટ કરતા હોય છે.
આ ઉપરાંત જો કોઇ કરદાતા પાસે પડેલી આઇજીએસટીની ક્રેડિટ તે એસજીએસટીમાં વાપરે તો તે ક્રેડિટ પણ આઇજીએસટીના હેડ હેઠળ રાજ્ય સરકારને મળતી હોય છે. જેમાં ગુજરાતમાં માત્ર ડિસેમ્બરમાં 475 કરોડનું સેટલમેન્ટ અન્ય રાજ્યોમાંથી મળ્યું હતું.
જ્યારે દરેક સેગમેન્ટમાં જોવા જઇએ તો રાજ્યને 7,467 કરોડની આવક થઇ હતી. જોકે, કોરોના ને કાબુ માં લેવા સરકારે કડક નિયમો બનાવી માસ્ક પહેરવા માટે જનતા ને ટેવ પાડવા માટે અભિયાન હાથ ધર્યું હોવાછતાં લોકો માસ્ક પહેરતા નથી ત્યારે રાજ્ય પોલીસ તંત્ર દ્વારા 28 ડિસેમ્બર 2020થી 4 જાન્યુઆરી 2021 સુધી કોરોના સંક્રમણ અંગેના નિયમોનો ચુસ્તપણે અમલ કરાવવા અંગેની નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડીયામાં જાહેરનામા ભંગના કુલ-3,239 ગુન્હા દાખલ કરી જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થુંકવા બદલ કુલ 84,155 વ્યકિતઓ પાસે રૂા.8,38,14,000 કરોડનો દંડ વસુલ કરાયો છે
