રાજ્ય સરકારે સરકારી દવાખાનાઓમાં રવિવારે ઓપીડી ચાલુ રાખવાનો આદેશ કર્યો છે. તેમજ સાંજની ઓપીડીનો સમય લંબાવવાની પણ જાહેરાત કરી છે.
સરકાર દ્વારા થયેલા આ દેશમાં દર્દીઓ અને તેમના સગાઓ માટે બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવાની સૂચના આપવામાં આવી છે પરંતુ આપ જમવાની વ્યવસ્થા સામાજિક સંસ્થાઓ અને સીએસઆર પ્રવૃતિ દ્વારા કરાવવાની રહેશ.
સરકારના આદેશ બાદ વડોદરામાં સયાજી હોસ્પિટલ, સહિતની હોસ્પિટલોમાં પણ સુવિધાઓ ચાલુ થશે.
હોસ્પિટલમાં સોમવારથી રવિવાર સવારે ઓપીડી 9થી 1 અને સાંજની ઓપીડી 4થી 8 સુધીની રહેશે. રવિવારે પણ સવારે ઓપીડી કાર્યરત રહેશે. રજાના દિવસોમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની પણ સુવિધા ચાલુ રાખવાની રહેશે, પરિણામે શહેરના છેવાડાના વિસ્તારમાંથી અને ગામડાઓ માંથી આવતા દર્દીઓને તેનો લાભ મળશે.