રાજ્યમાં સ્પ્રેડ થયેલા કોરોના ને કાબુ માં લેવા રાજ્ય સરકારે બીજો એક નિર્ણય લીધો છે જેમાંલગ્ન સમારોહના ઉજવણીમાં અગાઉ 200 ની સંખ્યા ઘટાડી 100 કરી દેવામાં આવી છે.
સ્થળની ક્ષમતા કરતા 50 ટકાથી ઓછા અને વધુમાં વધુ 100 લોકોની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે. જ્યારે કોઈના મૃત્યુ સમયે અંતિમ વિધિમાં વધારેમાં વધારે 50 લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ચારેય મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન સહિત કોઈ પણ પ્રકારની ઉજવણી માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં આ નિર્ણયનો અમલ મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે. આમ સરકારે કોરોના ને ધ્યાને લઇ આ નવો નિર્ણય કર્યો છે.
