ચોમાસા માં રાજ્ય ના ભંગાર થઈ ગયેલા રોડ મામલે ફરિયાદો ઉઠતા સરકાર ને ચિંતા થવા માંડી છે અને લોકો ના વાહનો માં મેન્ટેનન્સ આવતા સરકાર હવે રોડ બનાવવા ગંભીર બની છે અને તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને રસ્તાના કામ સૂચવવા માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ પત્ર પાઠવ્યો
રાજ્યમાં વિધાનસભા વિસ્તાર દીઠ 50 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કરી દીધો છે.
આગામી ચૂંટણી અગાઉ શહેરો અને ગામડાના રસ્તાઓના સમારકામ માટે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી વિધાનસભા વિસ્તાર દીઠ 50 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. રસ્તા માટે સરકારે 9100 કરોડ નું બજેટ નક્કી પણ કરી લીધું છે.
માર્ગ મકાન વિભાગે મંત્રીઓને રસ્તાના કામોની દરખાસ્ત મોકલવા જણાવ્યું
આગામી 2022 ની વિધાનસભા ચૂંટણી અગાઉ મનપા,જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી ફેબ્રુઆરી માસમાં યોજાય તેવી શકયતા હોવાના કારણે સરકારે રસ્તા રીપેરીંગના કામ માટે ધારાસભ્યોના બજેટમાં 9100 કરોડ ફાળવ્યા છે. જે પૈકી એક વિધાનસભા વિસ્તાર દીઠ 50 કરોડ ની ફાળવણી કરવાનો નિર્ણય કરીનાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગનો હવાલો સંભાળતા નીતિનભાઈ પટેલે આ સંદર્ભે તમામ ધારાસભ્યો અને મંત્રીઓને પત્ર પાઠવીને જણાવ્યું છે કે દરેક વિધાનસભા વિસ્તારદીઠ રસ્તા રી કાર્પેટ કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ દ્રારા સ્ટેટ રોડ માટે ૩૦ કરોડ અને પંચાયત હસ્તકના રસ્તાઓ માટે ૨૦ કરોડ મળીને કુલ 50 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ગુજરાતમાં વિધાનસભાની ૧૮૨ બેઠક છે અને તે મુજબ કુલ બજેટ 9100 કરોડ આસપાસ થવા જાય છે.
ચોમાસાની સિઝનમાં રાજયભરમાં મોટા પ્રમાણમાં રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે અને વાહનચાલકો પારાવાર હાડમારી ભોગવી રહ્યા છે.જેના કારણે સ્થાનિક ધારાસભ્યો સામે ગંભીર આક્ષેપો થઈ રહયા છે ત્યારે હવે સરકારે ચુંટણીઓ અગાઉ રસ્તા બનાવવા કમર કસી છે.
