—ASDCમાં યુવાધનને આત્મનિર્ભરતા સાથે ઉત્થાનની પ્રેરણા મળી
દેશભરમાં દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસે યુવાધનને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનાવવા પ્રેરિત કરવામાં આવે છે.
યુવાધન દેશની શક્તિ અને રાષ્ટ્રનિર્માતા છે, અદાણી ફાઉન્ડેશન તેમને આત્મનિર્ભર બનાવી રાષ્ટ્રનિર્માણમાં ફાળો આપતું રહ્યું છે. આજે એવા કેટલાક યુવાઓની વાત કરીએ જેમના જીવન અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના માર્ગદર્શન અને પ્રશિક્ષણથી પરિવર્તન પામ્યા.
સૌ પ્રથમ અમદાવાદમાં નોકરી કરતા ઝારખંડના અનુપમ કુમાર ડેની વાત કરીએ. અનુપમે ગોડ્ડામાં ASDCમાંથી મદદનીશ ઇલેક્ટ્રિશિયનનો કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો અને ખાનગી કંપનીમાં નોકરીએ લાગી ગયો. અનુપમ જણાવે છે કે “ASDCમાં હું ટેકનિકલ સ્કીલ્સ, સોફ્ટ સ્કિલ, વ્યક્તિત્વ વિકાસ વગેરે શીખ્યો છું. મેં ખાનગી કંપનીમાં મશીન ઑપરેટર તરીકે નોકરી પણ મેળવી છે. હું મારી અને પરિવારની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત તેમાંથી અમુક ભાગ મારા ઉચ્ચ શિક્ષણ માટે પણ બચાવું છું.”
ભારતમાં એવા કેટલાય યુવાનો છે જેમને ASDCના સક્ષમ પ્રોગ્રામનો બહેતર લાભ મળ્યો છે. અગત્યની બાબત એ છે કે તમામ યુવાઓને તેમની રુચિ અનુસાર કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી તેઓ શ્રેષ્ઠ કામ કરી શકે. હિરલ દરાદના કેસમાં પણ બિલકુલ એવું જ બન્યું છે.
22 વર્ષની હિરલ 12મું ધોરણમાં પાસ છે. તેને પહેલેથી બ્યુટિશ્યન બનાવાની મહેચ્છા હતી, પરંતુ તેણીને ખબર ન હતી કે આગળ કેવી રીતે વધવું. જ્યારે તેણીને ભુજના અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્રમાં બ્યુટી થેરાપિસ્ટ કોર્સ વિશે જાણવા મળ્યું ત્યારે બધું બદલાઈ ગયું.
હિરલ જણાવે છે કે “ ASDCમાં મેં બ્યુટી અને વેલનેસ ફિલ્ડ વિશે સારું જ્ઞાન મેળવ્યું અને તેમાં કારકિર્દી બનાવાની પ્રેરણા પણ મળી. આ કોર્સે મને એક સફળ બ્યુટિશિયન બનવામાં મદદ કરી છે અને આજે હું મારું પોતાનું બ્યુટી પાર્લર ચલાવું છું,”
છત્તીસગઢના ઉદયપુર (સુરગુજા)ના ઘાટબારા ગામની કરીના 10મા ધોરણથી આગળનું શિક્ષણ લઈ શકી ન હતી. તેના માતા-પિતાની આર્થિક સ્થિતી નબળી હોવાના કારણે તેને આગળનો અભ્યાસ પોસાય તેમ ન હતો, તેવા સમયે અદાણી સ્કીલ સેન્ટરે તેનો હાથ ઝાલ્યો અને ત્યારથી જ તેના નસીબ આડેથી પાંદડું હટી ગયું. કરીનાએ સિવણ ક્લાસના કોર્સ કરી નોકરી મેળવી લધી. આજે તે પરિવારનો આધારસ્તંભ બની છે.
કેરળના તિરુવનંતપુરમ જિલ્લાના વિઝિંજમના કરીમપલ્લીક્કારા ગામનો 23 વર્ષીય અજીન પણ ધોરણ 10 બાદ ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યો ન હતો જેના કારણે તે બેરોજગાર હતો. ASDC વિઝિંજમ ખાતે તેણે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટના કોર્સમાં પ્રવેશ મેળવ્યો અને આજે આશા હોમ કેરમાં નોકરી સાથે રોજગારી મેળવી રહ્યો છે.
અજિન જણાવે છે કે “હું મારા પરિવારનો એકમાત્ર કમાઉ દિકરો છું, અને મને ગર્વ છે કે ASDCના કારણે હું મારા પરિવારનું ભરણપોષણ કરી શકું છું, હું મારા ગામલોકો માટે રોલ મોડેલ સમાન છું”.
મહારાષ્ટ્રના કુંભલી જિલ્લાના સ્નેહલ ધોરણ 12 પાસ કર્યા પછી નોકરી મેળવવામાં અસમર્થ હતો. જો કે, તેનું નસીબ બદલાઈ ત્યારે ગયું જ્યારે તેણે ASDC ખાતે આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિશિયનનો કોર્સ પૂર્ણ કર્યો. આજે તે મશીન ઓપરેટર તરીકે રેફ્રિજરેશનની કંપનીમાં કામ કરે છે. સ્નેહલની કહાની એ વાતનો પુરાવો છે કે યોગ્ય તક મળે તો યુવાધન સફળતાની ઉંચાઈઓ સર કરી શકે છે.
આ બધું બની શક્યું કારણ કે તેમને અદાણી ફાઉન્ડેશન પ્રેરીત અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર દ્વારા યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્રમાં યુવાઓને કુશળ, આત્મનિર્ભર બની જીવનનું ઉત્થાન કરવાના પાઠ શીખવવામાં આવે છે.