ચાઈના એ શાંતિ માટે વાટાઘાટો ની જાળ બિછાવ્યા બાદ થોડા 2 કિમી પીછેહટ કરી ભારતીય સૈનિકો ને વિશ્વાસ માં લઇ આપણા નીશસ્ત્ર 50 સૈનિકો ઉપર 300 ચાઈના ના સૈનિકો એ લોખંડ ના કાંટા વાળા ડંડા અને પથ્થર થી ઓચિંતો હુમલો કરતા ભારતીય સૈનિકો શહીદ થવાની ઘટના બાબતે ફરીએકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટિ્વટ કરીને કહ્યું કે, સરકારે હથિયાર વગર જવાનોને શહીદ થવા માટે કેમ મોકલી દીધા? ચીને હુમલો કરવાની હિંમત પણ કેમ કરી તે વાત ને લઈ રાહુલ ગાંધી એ ગૂસ્સો વ્યક્ત કર્યો છે.
રાહુલે બુધવારે વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું. રાહુલે પુછ્યું હતું કે, મોદી ચુપ શા માટે છે? આ ઘટનાને શા માટે છુપાવી રહ્યા છે?
રાહુલે ગુરુવારે એક ટિ્વટ કર્યું હતું જેમાં તેમણે આ મુદ્દે સરકાર પણ નિશાન સાધ્યું છે. હથિયાર વગર આપણા સૈનિકોને શહીદ થવા માટે કોણે મોકલ્યા હતા તેનો પીએમ
મોદી પાસે જવાબ માંગ્યો હતો
રાહુલે બુધવારે પણ એક ટિ્વટ કર્યું હતું. જેમાં સીધું વડાપ્રધાન પર નિશાન સાધી તેમણે ગલવાન ઘાટીની ઘટનાનો જવાબ માંગ્યો હતો. રાહુલે કહ્યું હતું કે, મોદી ચુપ કેમ છે? આ ઘટનાને તેઓ છુપાવી કેમ રહ્યા છે? હવે હદ થઇ અમને પણ ખબર પડવી જોઈએ કે ત્યાં થયું છે શું? રાહુલે કહ્યું કે, ચીનની આપણા સૈનિકોને મારવા અને આપણી જમીન પર આવવાની હિંમત કેવી રીતે થઈ ?તેના જવાબ માંગ્યા હતા.
રાહુલે રાજનાથ સિંહને ટિ્વટ ટેગ કર્યુ
બુધવારે જ રાહુલે વધુ એક ટિ્વટ કર્યું. આ વખતે તેમણે રક્ષામંત્રી રાજનાથને ટેગ કરીને સવાલ પુછ્યા હતા. રાહુલે પુછ્યું હતું કે, તમે ચીનનું નામ કેમ ન લીધું. શોક વ્યક્ત કરવામાં બે દિવસ કેમ લાગ્યા. જ્યારે સૈનિક શહીદ થઈ રહ્યા હતા તો તમે રેલી શા માટે કરી રહ્યા હતા. તમે સંતાઈ કેમ રહ્યા છો?
કોઈ નક્કર એક્શન કેમ નથી લેવાતાં
છેલ્લા 45 દિવસ થી વાતો નો ઉકેલ આવતો નથી અને વાતો કરીકરી ને ચીન ભારત ને ચારેબાજુ થી ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
