મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવ્યા બાદ સુરત કોર્ટના ચુકાદાને રાહુલ ગાંધીએ HCમાં પડકાર્યો હતો જે ગુજરાત હાઇકોર્ટ મોદી અટક બદનક્ષી કેસમાં આજે ચુકાદો આપશે.
આ અગાઉ હાઇકોર્ટમાં કેસ ચાલી જતા બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજે ચુકાદાને ઉનાળું વેકેશન બાદ આપવાનું જણાવ્યું હતુ
તે વખતે રાહુલ ગાંધી તરફથી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા.
તે વખતે અભિષેક મનુ સિંઘવીએ નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટેની માંગણી સાથે કહ્યું હતું કે, તેમના અસલી પરનો કેસ ક્રિમિનલ નહીં પરંતુ સિવિલ કક્ષાનો હોય તેમાં 6 મહિનાથી વધુ સજાની કાયદામાં જોગવાઇ નથી. ફરિયાદી તે વખતે સ્થળ ઉપર હાજર પણ નહોતા.રાહુલને 2 વર્ષની સજાથી સંસદસભ્ય પદ રદ્દ થતા તેમના મત વિસ્તારના પ્રશ્નો તેઓ સંસદમાં ઉપાડી શકતા નથી. જે તેમના મત વિસ્તારના લોકો સાથે પણ અન્યાય છે. આ દલીલો ત્રણ કલાક સુધી ચાલી હતી.
હાઇકોર્ટના જજ ગીતા ગોપીએ રાહુલની રિવિઝન અરજીને ‘નોટ બીફોર મી’ કહેતા તે કેસ જજ હેમંત પ્રચ્છકની કોર્ટમાં ચાલી રહ્યો છે.
હાઇકોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજે ચુકાદાને ઉનાળું વેકેશન બાદ આપવાનું જણાવ્યું હતું પરિણામે હવે હાઇકોર્ટનું ઉનાળું વેકેશન 6 મેથી શરૂ થઇને 4 જૂને પૂર્ણ થતાં રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે.