અમદાવાદઃ હાલ કોરોના વાયરસના સંક્રમણના જોખમ વચ્ચે લંગ્નપ્રસંગો અંગે ગુજરાત સરકારે નવુ જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં જણાવ્યુ છે કે, કોરોના મહામારી દરમિયાન લગ્નપ્રસંગોનું આયોજન કરવા માટે લોકો એ હવે ઓનલાઇન પરવાનગી લેવી પડશે. આ મામલે રાજ્યના ગૃહ વિભાગે નવુ જાહેરનામુ પણ બહાર પાડ્યુ છે.
ઉલ્લેખનિય છે કે, અગાઉ રાજ્ય સરકારે લગ્નપ્રસંગોમાં મહેમાનો બોલાવવા માટે કોઇ પણ પ્રકારની મંજૂરીની આવશ્યકતા ન હોવાની જાહેરાત કરી હતી જેના અઠવાડિયા બાદ જ રાજ્ય સરકારે ફેરવી ટાળ્યુ છે અને નવુ જાહેરનામું બહાર પાડી લોકોને લગ્નો જેવા પ્રસંગોનું આયોજન કરવા હવે ઓનલાઇન મંજૂરી લેવી પડશે તેવો નવો નિયમ લાવ્યા છે.
રજિસ્ટ્રેશન અને મંજૂરી આપવા સરકારે બનાવ્યુ નવુ સોફ્ટવેર
લગ્ન પ્રસોગના આયોજન માટે મંજૂરી આપવા રાજ્ય સરકારે એક નવુ સોફ્ટવેર બનાવ્યુ છે. જેમાં એક વેબસાઇટ ઉપર પ્રસંગના આયોજકે રજિસ્ટ્રેશન કરીને મંજૂરી મેળવવી પડશે. ઉલ્લેખનિય છે કે, સરકારે લગ્ન સહિતના અન્ય પ્રસંગો માટે મહેમાનો સંખ્યા 100 સુધી નક્કી કરી છે અને તેનાથી વધારે મહેમાનો આવશે તો આયોજક સામે દંડનીય કાર્યવાહી કરવાની પણ ચિમકી આપી છે.
લગ્ન-પ્રસંગોના આયોજકોએ વેબસાઇટ પરથી ઓનલાઇન મંજૂરી મેળવવી પડશે. તેમણે વેબસાઇટ
www.digitalgujarat.gov.in પર જઇ રજિસ્ટ્રેશન કરાવી મંજૂરી લેવાની રહેશે.