રાજ્યમાં દારૂબંધી હોવાછતાં તેનો અમલ નહિ થતા આખરે ઝેરી દારૂ પીવાથી લઠ્ઠાકાંડ સર્જાયો છે 10ના મોતના અહેવાલો સામે આવી રહયા છે ત્યારે કોંગ્રેસે પણ આ ઘટના સામે સવાલો ઉઠાવ્યા છે
બરવાળાના કોંગી ધારાસભ્ય રાજેશ ગોહિલ દોડી ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે ધંધૂકા અને રોજિંદમાં મળીને મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે અને હજુ આ આંક વધે તેવી શક્યતાઓ છે. રોજિંદના સરપંચે ગામમાં દારૂના વધેલા દૂષણ અંગે ત્રીજા મહિનાથી રજૂઆત કરી હતી. ઉપરાંત મેં પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, છતાં કોઈ પગલાં નહોતા લેવાતાં આ દર્દનાક ઘટના બની છે. આ ઘટનાને પગલે ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે. રાજ્ય સરકાર માત્ર દારૂબંધીની વાતો કરે છે. પરંતુ એનો અમલ કેટલો? રોજ લાખો રૂપિયોનો દારૂ પકડાય છે, છતાં કાયદાઓનો કડકાઈથી અમલ કરવામાં આવતો નથી જ્યારે બીજી તરફ ભાજપના નેતાનું પણ નિવેદન સામે આવી રહ્યું છે
અલ્પેશ ઠાકોર નું કહેવું છે કે હલકી ગુણવત્તાના દારૂથી દૂર રહેવું જોઈએ.
બરવાળાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની કથિત ઘટનાને લઇને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે દુઃખ વ્યક્ત કર્યુ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે આ મામલે આંદોલન શરૂ કર્યું હતું.
હલકી ગુણવત્તાના દારૂથી દૂર રહેવું જોઈએ. વહીવટી તંત્ર અને અધિકારીઓ દોષિતો સામે કડક કાર્યવાહી કરે.
હલકી ગુણવત્તાનો દારૂ બનાવનાર સામે કાર્યવાહી કરો. દોષિતોને લાંબાગાળાની સજા થવી જોઈએ. પોતાના ફાયદા માટે કેટલાક લોકો હલકી ગુણવત્તા વાળો દારૂ બનાવે છે.
જોકે,ભાજપની સરકારમાજ દારૂબંધીનો કોઈ અમલ થતો નથી તે પણ વાસ્તવિકતા છે.