ગુજરાત વિધાનસભામાં આજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદના કાયદાનું બિલ રજુ કરી હિન્દૂ યુવતીઓ ને ફસાવનારા તત્વો ને ચેલેન્જ કરતા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ને આ બિલ માફક આવ્યું ન હતું અને તેઓ ઉશ્કેરાટ માં આવી ગયા હતા અને આ બિલને ફાડી નાંખ્યું હતું .
જોકે, ગૃહ માં આ પ્રકારની બિલ ફાડી નાંખવાની હરકત સામે પ્રદિપસિંહ જાડેજાએ ખેડાવાલા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પ્રદિપસિંહ જાડેજાએ ગૃહમાં બિલ રજૂ કરતા સમયે જણાવ્યું કે, હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરી એ આપણું અંગ છે, દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ના જવા દેવાય. દીકરીને કસાઈઓના હાથમાં જતી બચાવવા માટે અમે કાયદો લાવ્યા છીએ. સમાજ દ્વારા જુદી જુદી રજૂઆતોને આધારે આજે આ બિલ લાવવામાં આવશે. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત ખોટું નામ કહીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી.
આજનું ધર્માંતરણ એ આવતી કાલનું રાષ્ટ્રતરણ છે. જેને અટકાવવા માટે અમે આ કાયદો લાવી રહ્યાં છીએ. યુવક નાડાછડી પહેરીને આવે જેથી યુવતીને હિન્દુ લાગે છે, હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ ધર્મમાં માનતો હોવાનું પ્રસ્થાપિત કરે છે. ધર્મ પરિવર્તન કરાવવાનો યુવકનો આશય છે. ધર્મ પરિવર્તન બાદ યુવતીને પાછા ફરવાનો કોઈ રસ્તો મળતો નથી હોતો, જેથી ઘણી યુવતીઓ આત્મહત્યા પણ કરે છે. કેરળમાં ચર્ચના રિપોર્ટને ટાંકીને પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું ધર્માંતરણ બાદ યુવતીઓનો જેહાદી અને આતંકી પ્રવૃતિઓમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે.
મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા તથા પાકિસ્તાનમાં પણ કાયદો છે
મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા તથા પાકિસ્તાનમાં પણ કાયદો છે. જેમાં સજાની અલગ અલગ જોગવાઈ છે. લવ જેહાદ માટેનો કાયદો લાવવો એ અમારો રાજકીય હેતુ નથી, અમારી વ્યથા છે જેનાં કારણે અમે આ કાયદો બનાવી રહ્યાં છીએ. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને, અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત ખોટુ નામ બતાવીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી. તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયામાંથી બનતા કિસ્સાઓમાં પણ કાર્યવાહી થશે.
આમ લવ જેહાદ બિલ રજૂ થયું હતું.