અમદાવાદ જેવા શહેર માં પોલીસ મોટરસાઇકલ ઉપર કે ચાલતા નિકળનાર વ્યક્તિ ને ઉભા રાખી ચેકીંગ કરી રહી છે ત્યારે અમદાવાદ માં મોટો દારૂ નો જથ્થો ભરેલું વાહન કેવી રીતે પસાર થઈ ગયું તે વાત સામે સવાલો ઉઠાવતી એક ઘટના પ્રકાશ માં આવી છે.
નારોલ અસલાલી હાઈવે પર આવેલા જીઈબી જેટકો 132 કેવી સબ સ્ટેશનના બંધ ક્વાર્ટરના એક રૂમમાં વિદેશી દારૂ નો જથ્થો હોવાની બાતમીના આધારે નારોલ પોલીસે તે સ્થળે દરોડો પાડવાની ફરજ પડતા ત્યાંથી અંદાજે રૂપિયા 5 લાખ ની કિંમત ની વિદેશી દારૂની 3480 બોટલ નો જથ્થો મળી આવ્યો હતો.
આ જથ્થો નારોલની તીર્થ ભૂમિ સોસાયટીમાં રહેતો દિલીપ ઉર્ફે કાલુ ડાભીએ તેના માણસો મારફતે બહારથી મંગાવી ને નારોલ અસલાલી હાઈવે પરના જીઈબી જેટકો 132 કેવી સબ સ્ટેશનના બંધ ક્વાર્ટરના એક રૂમમાં દારૂનો જથ્થો સંતાડીને મૂક્યો હોવાનું બહાર આવ્યુ હતું. આ અંગે પોલીસે બુટલેગર દિલીપ ઉર્ફ કાલુ ડાભી વિરુદ્ધ ગુનો દાખલ કરો તેને પકડવા તપાસ હાધ ધરી છે.
શહેરમાં લૉકડાઉન હોવા છતાં આટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો અહીં સુધી કેવી રીતે પહોંચ્યો તે સૌથી મોટો સવાલ છે. કામ વગર બહાર નીકળતા લોકો સામે પોલીસ પકડી-પકડીને ગુનો નોંધે છે ત્યારે આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલનો જથ્થો પોલીસના નાક નીચેથી કેવી રીતે પસાર થઈ ગયો તે વાત સામાન્ય લોકો ના સમજ ની બહાર છે, અગાઉ પણ શંકર સિંહ વાઘેલા એ ગુજરાત માં દારૂબંધી ના નામે નાટકો ચાલતા હોવાની વાત કરી દારૂ તો બધેજ મળે જ છે તો શામાટે દારૂબંધી નો કાયદો અમલ માં છે તે સમજાતું નહિ હોવાનું જણાવી દારૂબંધી મામલે પુનઃ વિચાર કરવા સરકાર ને સલાહ આપી હતી ત્યારે લોકડાઉન માં દારૂ ના કાળા બજાર ચાલતા હોવાનો પર્દાફાશ થતાં ચકચાર મચી છે.
