લોકડાઉન નો ફાયદો ઉઠાવી અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ને અડીને આવેલ હોટેલ ઓસ્કાર પર રાત્રી દરમ્યાન કલેકટર કચરી માંથી આવીએ છીએ નો દમ મારી સાથે આવેલી મીડિયા ની ટીમે શુટિંગ ચાલુ કરી ઉભા કરેલા શીન ને લઈ હોટલ માલિક ગભરાઈ ગયો હતો અહીં ચાર અજાણ્યા ઈસમો સહિત એક મહિલા એ કલેકટર ઓફિસનાં સ્ટાફમાંથી આવતા હોવાનું જણાવી લોકડાઉનમાં ચેકીંગ માં આવ્યા હોવાનું કહી તેમની સાથે મિડીયાની ટીમ હોવાનું જણાવી શૂટિંગ કરવા લાગ્યા હતા. લોકડાઉનમાં બંધ હોટેલમાં રહેલા સિગારેટ , તંબાકુ સહિતનો જથ્થો હોવાથી તેઓએ આ જથ્થો થેલામાં ભરી લીધો હતો. આ અંગેનો કેસ કરીને હોટેલ સીલ કરવાની ધમકી આપી હતી. જેના પતાવટ પેટે આ ટોળકી એ હોટેલ માલિક પાસેથી રૂપિયા એક લાખ રોકડા તથા સિગારેટ , તંબાકુ નો રૂપિયા સીત્તેર હજારનો જથ્થો લઈને કારમાં ભાગી છૂટ્યા હતા. જોકે,ગભરાયેલા હોટલ માલિક વસીમ વાહીદ માકણુજીયા ને થોડીવાર બાદ કેટલીક બાબતો ને લઈ શંકા જતા તેઓએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરતા ભરૂચ એલસીબી પોલીસ નાં પીએસઆઇ વાય. જી. ગઢવી અને તેમની ટીમે આ પ્રકરણમાં તપાસ હાથ ધરી હતી. અને 6 મેં ના રોજ રાત્રે બનેલી આ ઘટના અંગે હોટેલ ઓસ્કારનાં સીસીટીવી ફૂટેજ મેળવી ને સઘન તપાસ કરતા એલસીબી ને કેટલીક કડીઓ હાથ લાગતા પોલીસે પાક્કી ખાત્રી કર્યા બાદ પોલીસે ટીવી ટાઈમ્સ ન્યુઝ ચેનલ નાં અંકલેશ્વર ના બિઝનેસ હેડ સુનિલ રામચંદ્ર જયસ્વાલ અને અન્ય ઈસમો જીતેન્દ્ર મહેન્દ્રભાઈ ચૌહાણ , અરવિંદ ઉર્ફે વિજય ત્રિભોવનભાઈ પરમાર ,અને મીરાંનગર ના આકાશસિંગ સંજયસિંગ ને દબોચી લઈ તોડબાજ ટોળકી ને ઝબ્બે કરી હતી જ્યારે આ ઘટનામાં એક મહિલા હજી ફરાર હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસે રોકડા રૂપિયા 1 લાખ અને 70 હજાર નો મુદ્દામાલ કબ્જે કરવાની તજવીજ હાથ ધરી છે આ ઘટના ને પગલે પત્રકારો માં ભારે ચર્ચા જાગી હતી.
