ગુજરાત માં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને કેસો ની સંખ્યા દિનપ્રતિદિન વધી ગઈ છે અને હજુસુધી કોરોના ની કોઈ દવા શોધાઈ પણ નથી ત્યારે અંધારામાં તીર મારી જે બચી ગયો તેનું નશીબ એવું ચાલી રહ્યું છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં લેવાતા ચાર્જ હવે સરકારે નક્કી કર્યા છે,કોરોનાની સારવારના જે ભાવ નક્કી થયા છે તેમાં ICU(ઈન્ટેન્સિવ કેર યુનિટ) વગર વોર્ડ માટે પ્રતિદિન 5700 ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે HDU(હાઈ ડિપેન્ડન્સી યુનિટ) માટે 8075 ભાવ નક્કી કર્યો છે.
જ્યારે ICU સાથે વોર્ડના પ્રતિદિન 6000 હજાર રૂપિયા અને HDU માટે 8500 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે. આ ઉપરાંત આઈસોલેશન+ICUના 14,500 રૂપિયા,
વેન્ટીલેટર+આઈસોલેશન+ICUના 19000 રૂપિયા ભાવ નક્કી કર્યા છે. ટુક માં મધ્યમ વર્ગ ના પરિવાર ને થયું તો ભુક્કા બોલી જઇ શકે છે, જોકે કુલ ચાર્જ તો લાખ્ખો માજ આવી શકે તેવું આ ગણિત છે.
