વડોદરા શહેર અને જિલ્લામાં ફરીથી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર થયેલા આંકડાઓ મુજબ, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 63 કેસ નોંધાયા છે.
વડોદરા શહેર અને જિલ્લામાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 269 ઉપર પહોંચી છે, જે પૈકી હોસ્પિટલોમાં 11 દર્દી દાખલ છે જેમાં 2 દર્દી હાલ ઓક્સિજન પર છે.
હાલમાં શહેરમાં 252 લોકો હોમ ક્વોરન્ટીન છે.
વડોદરામાં દિવાળીપુરા, ગોત્રી, માંજલપુર, ભાયલી, અટલાદરા, અકોટા, છાણી, ગોરવા, રામદેવનગર, સમા, વિશ્વામિત્રી, ઉંડેરા, દંતેશ્વર, દિવાળીપુરા, એકતાનગર, ફતેપુરા, ગાજરાવાડી, ગોકુલનગર, હરણી, કિશનવાડી, માણેજા, મુજમહુડા, સિયાબાગ, તરસાલી, વારસીયા, યમુનામીલ, પાદરા, અંતી, તાજપુરા અને આસોજમાં નવા પોઝિટિવ કેસ આવી રહયા છે.
સાથેજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 420 કેસ નોંધાયા છે. જ્યારે 256 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.92 ટકા થયો છે. તો સતત 11મા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે. તો રાજ્યમાં અત્યાર સુધી 26 દિવસમાં કુલ 4926 કેસ નોંધાયા છે