વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાંથી એક વિદ્યાર્થી સ્કૂલેથી ઘરે આવ્યા બાદ હું જ્યારે સફળ થઇસ પછીજ ઘરે આવીશ તેવું હિન્દીમાં ચિઠ્ઠી લખી સાયકલ લઇ ઘરેથી ગુમ થઇ જતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે.
જે અંગે પોલીસને જાણ કરતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
વડોદરાના બાપોદ વિસ્તારમાં રહેતો એક વિદ્યાર્થી સ્કૂલથી આવ્યા બાદ ઘરે સ્કૂલબેગ મૂકી ઘરેથી સાયકલ લાઈન ક્યાંક જતો રહ્યો હતો મોડે સુધી પણ તે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથધરી હતી. જો કે તે શહેરમાં સંબંધીઓને ત્યાં પણ તેનો કોઈ પત્તો નહી મળતા ચિંતામાં મુકાઈ ગયેલા પરિવારે આખરે પોલીસને જાણ કરી હતી.
પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં છે વિદ્યાર્થી સોસાયટીમાંથી સાયકલ લઇને બહાર નિકળતો સીસીટીવીમાં જોવા મળે છે જેના આધારે તપાસ ચાલુ છે.
બીજું કે વિદ્યાર્થીએ ઘર છોડતા પહેલા એક ચિઠ્ઠી ઘરે છોડી છે જેમાં લખ્યું છે કે, “મેરે પ્યારે મમ્મી પાપા મેને અબ તક ગલતિયા કી હૈ ઉસકે લિયે સૉરી. ઔર અબ સે મે કોઇ ગલતી નહીં કરુંગા ઔર મે મેરી મરજી સે ઘર છોડ કે જા રહા હું. ઉસમેં મેરે ઉપર કિસીને દબાવ નહીં ડાલા હૈ. ઔર મે અહીં ભી જાઉ આપ લોગ મુજે ઢૂંઢને કી કોશીશ મત કરના, મેં બહોત દૂર જા રહા હૂં. જબ મે મેરી લાઇફ મે સક્સેસ હો જાઉંગા તભી વાપીસ આઉંગા. મેરી આપસે યહી વીનતી હૈ કી અબ મુજે ઢૂંઢને કી કોશીશ મત કરના. આપકા બેટા”
બાપોદ પોલીસે ઘરેથી ભાગી ગયેલા વિદ્યાર્થીને શોધવા માટે તપાસ હાથધરી છે.
સોમવાર, જુલાઇ 7
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર