રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડયાના અહેવાલ છે. મધ્યગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વડોદરાના ગોત્રી, વાઘોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જો કે વરસાદની શરૂઆત થવાની સાથે જ વાઘોડિયાના અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ ગઇ હતી. રસ્તા પર પણ પાણી ભરાયા હતા.
વડોદરામાં છેલ્લા ઘણાજ દિવસોથી ઉકળાટનો માહોલ હતો અને આજે વરસાદ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે
દાહોદ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ પડ્યો છે. ફતેપુરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
સુરત શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં મધરાતથી જ વરસાદ શરૂ થયો છે. સુરતના વેસુ,પીપલોદ, ઉમરા,અઠવા, અડાજણ,પાલ, કતારગામ, વરાછા,પુણા,લીંબાયત, ઉધના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો.
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સુબિર તાલુકામાં 24 કલાકની અંદર 57 મી.મી. વરસાદ પડતા પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ હતી.
આમ,રાજ્યમાં વરસાદના અહેવાલ છે.