એક સસ્પેન્સ થ્રિલર ની સ્ટોરી ની જેમ વડોદરાથી રવાના થયેલી એક ટ્રેનમા કુલ 1908 પ્રવાસીઓ બેસે છે અને જ્યારે આ ટ્રેન નોનસ્ટોપ બાંદ્રા પહોંચે છે ત્યારે આ ટ્રેન માં 338 શ્રમિકો ગુમ થઈ જાય છે ત્યારે આ વાતે ભારે રહસ્ય ઉભું થયું છે, હોબાળો મચી ગયો છે વડોદરાથી શ્રમિક સ્પેશિયલ 1908 પ્રવાસીઓને લઈને રવાના થઈ હતી, પરંતુ જ્યારે આ ટ્રેન બાંદા સ્ટેશન પહોંચી તો માત્ર 1570 શ્રમિકો જ ટ્રેન માં હતા. ત્યારે 338 શ્રમિકો કયાં ગુમ થઈ ગયા? આ શ્રમિકો આખરે ક્યાં ચાલ્યા ગયા?
બીજી તરફ બાંદ્રાના જિલ્લા પ્રશાસન આ મામલામાં હસ્તક્ષેપ કરીને ગુમ થયેલા પ્રવાસીઓને શોધવામાં લાગ્યું છે.આ ટ્રેનમાં ઉત્તર પ્રદેશના 48 જિલ્લાના 1908 પ્રવાસીઓને સ્ક્રીનિંગ બાદ બેસાડવામાં આવ્યા હતા. પરંતુ બાંદ્રા સ્ટેશન પર જ્યારે ટ્રેનમાંથી કુલ 1570 જ પ્રવાસીઓ ઉતર્યા તો તંત્ર માં હડકંપ મચી ગયો હતો.જોકે નવાઈ ની વાત તો એ છે કે આ ટ્રેન જ્યાંથી ઉપડી ત્યાંથી રસ્તામાં કોઈ સ્ટેશન પર ઉભી રહી નથી. કારણકે વડોદરા અને બાંદ્રા ની વચ્ચે રસ્તામાં સ્પેશિયલ ટ્રેનનું કોઈ સ્ટેશન નહોતું. ટ્રેન સીધી બાંન્દ્રા આવીને જ રોકવામાં આવી છે. ટ્રેનમાં સવાર શ્રમિકોના મતે રસ્તામાં આવનાર સ્ટેશનો અને આઉટર પર ટ્રેનની ઝડપ ધીમી જરૂર થતી હતી, પરંતુ ટ્રેન ક્યાંય ઉભી રહી નથી. શ્રમિક સ્પેશયલ વડોદરાથી સીધી બાંદ્રા પહોંચી તેમ છતાં ગણતરીમાં 1570 શ્રમિકો હતા.
આ મામલા બાંદ્રા થી વડોદરા પ્રશાસનનો સંપર્ક કરીને માહિતી એકત્ર કરવામાં આવી રહી છે ,શક્ય છે કે, જે 338 પ્રવાસીઓ ની ઘટ આવે છે તેઓ ટ્રેનમાં બેસી શક્યા નથી અથવા તો ગુમ થયા છે, તે સંદર્ભમાં યાદી બનાવવામાં કોઈ ભૂલ થઈ હોઈ શકે છે.જોકે ટીસી ના જણાવ્યા મુજબ 22 ડબ્બાની ટ્રેનમાં 1908 પ્રવાસીઓને ટ્રેનમાં બેસાડી શકાય તેમ ન હોય યાદી બનાવવામાં કોઈ ભૂલ થઈ હોય શકે છે પરંતુ તે ચોક્કસ કહી શકાય નહીં તેથી હાલ તો શ્રમિકો ના નામ સાથે બાંદ્રા સ્ટેશન અને વડોદરા સ્ટેશન ના તંત્ર વાહકો ટેલી કરી તપાસ કરી રહ્યા છે કે આખરે આટલા બધા શ્રમિક પ્રવાસીઓ નું શુ થયું જે એક કોયડો છે.
