વડોદરા નજીક દાહોદ પાસે મંગલ મહુડી ગામે દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર ગુડ્સ ટ્રેનના 16 ડબા ખડી પડતા ભારે ભાગદોડ મચી ગઇ છે આ અકસ્માતને પગલે દિલ્હી મુંબઈ વચ્ચે બંને તરફનો રેલ વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે અને 27 જેટલી ટ્રેનોને ડાયવર્ડ કરવા સહિત 4 ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
વિગતો મુજબ વડોદરાથી રતલામ તરફ જઈ રહેલી ગુડ્સ ટ્રેનના 16 ડબા દાહોદ પાસે મંગલ મહુડી રેલવે સ્ટેશન પાસે રાત્રે 12થી 1 વાગ્યાની વચ્ચે ખડી પડ્યા હોવાની વિગતો જાણવા મળી છે.
મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે દોઢ કિલો મીટર સુધી રેલવે લાઈન પર માલગાડીના ટુકડા નજરે પડ્યા હતા રેલવેની 25 હજાર મેગા વોટની વીજલાઇન પણ તૂટી જતા ભારે દોડધામ મચી છે.
અકસ્માતને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે જોકે,સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
આ અકસ્માતની જાણ થતાંજ રેલવેના ડીઆરએમ, સ્ટેશન માસ્ટર, સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને દિલ્હી મુંબઈ વચ્ચેનો ખોરવાયેલો રેલ વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરી છે.