આજકાલ લવ જેહાદ નો મુદ્દો જોરશોર ઉપર છે ત્યારે વડોદરા માં એક હિન્દૂ યુવક અને ભરૂચ ની મુસ્લિમ યુવતી વચ્ચે પ્રેમ થઈ જતા હવે યુવક ને ધમકીઓ મળવા લાગતા તેણે મકરપુરા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા ફરી એકવાર આ પ્રકારના કિસ્સા એ ભારે ચકચાર જગાવી છે.
વિગતો મુજબ વડોદરા શહેરના તરસાલી હાઈવે પર દ્વારકેશ હાઈવ્યૂમાં રહેતા અને એન્જિનિયર એવા ધ્રવેશ પંચાલ ના દાદી સરલાબેનના આંખોના મોતીયાનું ઓપરેશન કરવાનું હોય 2016 તેમને કરજણ ખાતે વલણ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ધ્રુવેશ પણ અહીં દાદીની સેવા કરવા હોસ્પિટલમાં રોકાયો હતો તે દરમ્યાન હોસ્પિટલમાં નોકરી કરતી ભરૂચ ટંકારીયાની મુસ્લિમ યુવતી એવી નર્સ સાથે આંખો મળી હતી અને પ્રેમ પાંગર્યો હતો. આ દરમિયાનમાં યુવતી હોસ્પિટલમાંથી નોકરી છોડીને દુબઈ જતી રહીહતી અને ત્યાં આસી. ટીચર તરીકે નોકરી કરતી હતી પણ બન્ને વચ્ચે નો પ્રેમ યથાવત હતો દરમિયાન ગત ઓક્ટોબર માસમાં તે ખાસ લગ્ન કરવા માટે વડોદરા આવી હતી અને બન્ને જણાંએ રજિસ્ટર મેરેજ કરી લીધા હતા અને નોંધણી કરવા માટે કુબેર ભવન ખાતેની સરકારી કચેરીમાં લગ્ન નોંધણી અંગેની અરજી કરી હતી.
જે અંગે ભરૂચ ટંકારીયા ખાતે રહેતાં પિતાને જાણ થતાં તેમણે ધ્રુવેશના મોબાઈલ ઉપર ફોન કરી 24 કલાકમાં લગ્ન નોંધણી અંગેની અરજીનો પ્રોસીજર રદ નહીં કરે તો તેને અને પરીવારના સભ્યોને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. ફોન ઉપર મળેલી ધમકીઓથી ગભરાયેલા ધ્રુવેશ પંચાલે તા.16મી ઓક્ટોબરે સરકારી કચેરીમાં જઈને પ્રોસીજર રદ કરી હતો. જે અંગે દુબઈમાં યુવતી સાથે ફોન ઉપર વાત થતાં તે ભરૂચ ખાતે દોડી આવી હતી પણ તેને ઘરમાંથી બહાર નીકળવા ઉપર પણ નિયંત્રણો લાદી હવે જો યુવતી સાથે સંબંધ રાખ્યા છે તો તેને પણ જાનથી મારી નાંખીવા ધમકી આપતાં ધ્રવેશે મકરપુરા પોલીસ સ્ટેશનમા ઈકબાલ કોઢીયા (રહે, ટંકારીયા ભરૂચ) અને આબીદ પટેલ (રહે, વલણ, કરજણ) સામે આઈ.પી.સી 507 અને 114 હેઠળ એફ.આઈ.આર નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
